welcome -->

રવિવાર, 7 એપ્રિલ, 2013

ગુણોત્સવ-૪ વર્ષ ૨૦૧૨-૧૩ શાળા સ્વ-મૂલ્યાંકન માર્ગદર્શિકા.

ગુણોત્સવ-૪ 
વર્ષ ૨૦૧૨-૧૩
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજય
શાળા સ્વ-મૂલ્યાંકન માર્ગદર્શિકા.





























ગુરુવાર, 12 એપ્રિલ, 2012

બ્લોક કક્ષાની છ દિવસીય પ્રજ્ઞા અભિગમ તાલીમ વર્ગ.

પ્રજ્ઞા અભિગમ એપ્રિલ ૨૦૧૨ તાલીમ વર્ગ.

                                  શ્રી વી.આર.ટી.આઇ. માંડવી ખાતે તાલુકાની ૧૫ શાળાઓ માંથી પધારેલ ૬૦ શિક્ષક મિત્રો તથા સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમને સફળ બનાવવા માટે ૬ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ . પ્રજ્ઞા અભિગમ વિશે  કચ્છ જિલ્લા પેડાગોજી તથા બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટએ સવિશેષ માર્ગદર્શન આપેલ .
                               તાઃ ૦૨/૦૪/૨૦૧૨ થી  તાઃ ૦૭/૦૪/૨૦૧૨ છ દિવસ સતત તજજ્ઞ મિત્રો દ્વારા પ્રજ્ઞા અભિગમ વિશે ખુબ જ ઉંડાણ પુર્વક માર્ગદર્શન આપેલ . તાઃ ૦૫/૦૪/૨૦૧૨ના રોજ શ્રી કાઠડા શાળા તથા શ્રી મેરાઉ શાળાની પ્રેરણાત્મક મુલાકાતનું આયોજન કરવામાં આવેલ .તાઃ ૦૯/૦૪/૨૦૧૨ના રોજ શ્રી ડોણ શાળાની પ્રેરણાત્મક મુલાકાત લેવામાં આવેલ .

આપ નીહાળી રહ્યા છો પ્રજ્ઞા અભિગમ ૨૦૧૨ તાલીમની ઝાંખી.


રવિવાર, 29 જાન્યુઆરી, 2012

vasant kochara: પ્રજાસત્તાક દિન ૨૦૧૨ની ઉજવણીની ઝાંખી.

vasant kochara: પ્રજાસત્તાક દિન ૨૦૧૨ની ઉજવણીની ઝાંખી.: વંદે માતરમ આપ નિહળી રહ્યા છો સી.આર.સી. હાલાપરની શ્રી સાભરાઇ પ્રાથમિક શાળામાં યોજાયેલ ભવ્યાતિભવ્ય ...

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

પ્રજાસત્તાક દિન ૨૦૧૨ની ઉજવણીની ઝાંખી.

વંદે માતરમ 

                                  આપ નિહળી રહ્યા છો સી.આર.સી. હાલાપરની શ્રી સાભરાઇ પ્રાથમિક શાળામાં યોજાયેલ ભવ્યાતિભવ્ય પ્રજાસત્તાક દિન ૨૦૧૨ની ધામધૂમથી થયેલ ઉજવણીની એક ઝાંખી.

રવિવાર, 27 નવેમ્બર, 2011

ગુણોત્સવ ૨૦૧૧-૧૨ની એક ઝલક.

જય જય ગરવી ગુજરાત

                           આપ નીહાળી રહ્યા છો સી.આર.સી. કક્ષાના ગુણોત્સવ ૨૦૧૧-૧૨ની એક ઝલક. હાલાપર, કોટડી, બાયઠ ત્રણેય સી.આર.સી.માંથી ત્રણ શાળાઓમાં ગુણોત્સવ ૨૦૧૧-૧૨ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રથમ તાઃ- ૨૪/૧૧/૨૦૧૧ના રોજ દેઢીયા પ્રા. શાળામાં ઉજવણી કરવામાં આવી. બીજા દિવસે તાઃ- ૨૫/૧૧/૨૦૧૧ના રોજ નાગ્રેચા પ્રા. શાળામાં ઉજવણી કરવામાં આવી તથા ત્રીજા અને અંતિમ દિવસે તાઃ- ૨૬/૧૧/૨૦૧૧ના રોજ ભોજાય પ્રા. શાળામાં ગુણોત્સવ ૨૦૧૧-૧૨ની ઉજવણી કરવામાં આવી. જેમાં બે શાળાઓ ધો. ૧ થી ૮ વાળી તથા એક શાળા ફ્રેસ લેવામાં આવી હતી.
                         
                             ગુણોત્સવ ૨૦૧૧ના મુખ્ય અધિકારી તરીકે શ્રી માંડવી નગર સેવા સદનના ચીફ ઓફીસર શ્રી પંકજભાઇ બારોટ સાહેબે કામગીરી કરી હતી. એમના લાયઝન ઓફીસર તરીકે શ્રી હાલાપર સી.આર.સી. કો-ઓર્ડિનેટર વસંતભાઇ જે. કોચરાએ સેવા આપી હતી.

રવિવાર, 2 ઑક્ટોબર, 2011

હાલાપર નવરાત્રી મહોત્સવ ૨૦૧૧

                              
                         આપ માણી રહ્યા છો સી.આર.સી. હાલાપરની શ્રી હાલાપર પ્રાથમિક શાળામાં યોજાયેલ નવરાત્રી મહોત્સવ ૨૦૧૧ની ઝાંખી.




બુધવાર, 27 જુલાઈ, 2011

સી.આર.સી. હાલાપર :- વિજ્ઞાન પ્રદર્શન મેળો ૨૦૧૧-૧૨

આપ વિજ્ઞાન મેળો ૨૦૧૧-૧૨ની ઝાંખી નિહાળી રહ્યા છો.


                       સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ખાતે વિજ્ઞાન પ્રદર્શન મેળો ૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવેલ. જેમાં  હાલાપર, સાભરાઈ, દેઢિયા, કોક્લીયા અને કોટાયા શાળાઓના બાળકોએ તમામ વિભાગોની કૃતિઓમાં ભાગ લીધેલ.