welcome -->

રવિવાર, 26 જૂન, 2011

કચ્છી નવા વર્ષ ૨૦૧૧ની મોજ.

" અષાઢી બીજ કાં વાદળ કાં વીજ "
આપ માણી રહ્યા છો કચ્છી નવા વર્ષ ૨૦૧૧ની મોજે-મોજ. માંડવી દરીયા કિનારાની એક લટાર......

પ્રજ્ઞા અભિગમ તથા SMC ને સફળ બનાવવા માટેની ચિંતન બેઠક.


આપ નિહાળી રહયા છો પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટેની ચિંતન બેઠકની વિડીઓ ફુટેજ. 


                  બી.આર.સી. માંડવી ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રજ્ઞા અભિગમ તથા SMC અંગે મનમાં ઉ‌દ્‍ભવતા-મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા & સવિસ્તારથી વિગતવાર સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ તેમજ નાગલપુર સી.આર.સી.કો-ઓર્ડિનેઽર શ્રી યોગેશભાઇ મહેતા. 




પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન. 



સારું ચાલો આવજો...

ગુરુવાર, 23 જૂન, 2011

હાલાપર મધ્યાહન ભોજન કેન્દ્ર વર્ષ :- ૨૦૧૦-૧૧

હાલાપર સી.આર.સી.ની હાલાપર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક શ્રી અજીતસિંહ જાડેજા શાળાના બાળકોને થેપલા અને બટાટાનો શાક પ્રેમપૂર્વક ખવડાવતા દ્રશ્યમાન થાય છે. તેમજ મદદમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી વસંતભાઈ કોચરા તથા શાળાનો  સ્ટાફગણ પણ ખરો.



આપ જોઈ રહ્યા છો હાલાપર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની વિડીઓ ઝાંખી. 


 

બ્લોક કક્ષાની તાલીમ ૨૦૧૦-૧૧

સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ખાતે બ્લોક કક્ષાની તાલીમ ૨૦૧૦-૧૧નું આયોજન કરવામાં આવેલ. જેમાં  હાલાપર તથા કોટડી સી.આર.સી.ની તમામ ૧૧ શાળાઓના શિક્ષકોએ ભાગ લીધેલ. આ ૧૦ દિવસીય બિનનિવાસી શિક્ષક સજ્જતા તાલીમમાં વિવિધ વિષયોની તજજ્ઞો દ્વારા છણાવટ કરવામાં આવેલ.



આપ બ્લોક કક્ષાની તાલીમ ૨૦૧૦-૧૧ની ઝાંખી નિહાળી રહ્યા છો. 

સી.આર.સી. હાલાપર :- વિજ્ઞાન મેળો ૨૦૧૦-૧૧

                       સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ખાતે વિજ્ઞાન મેળો ૨૦૧૦-૧૧નું આયોજન કરવામાં આવેલ. જેમાં  હાલાપર, સાભરાઈ, દેઢિયા, કોક્લીયા અને કોટાયા શાળાઓના બાળકોએ તમામ વિભાગોની કૃતિઓમાં ભાગ લીધેલ.



આપ વિજ્ઞાન મેળો ૨૦૧૦-૧૧ની ઝાંખી નિહાળી રહ્યા છો.  





મંગળવાર, 21 જૂન, 2011

સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ( સમર કેમ્પ - ૨૦૧૧ )

સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છની શ્રી સાભરાઈ પ્રા. શાળા ખાતે ઉનાળુ વેકેસન દરમિયાન સમર કેમ્પ - ૨૦૧૧નું આયોજન કરવામાં આવેલ. 



વંદે કચ્છ - વંદે ગુજરાત  

આપ નિહાળી રહ્યા છો સી.આર.સી. હાલાપર સમર કેમ્પ - ૨૦૧૧.

સોમવાર, 20 જૂન, 2011

praveshotsav-2011

               તા. ૧૬/૬/૨૦૧૧ થી ૧૮/૬/૨૦૧૧ ત્રિદિવસીય ચાલેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દરમિયાન મારી હાલાપર સી.આર.સી.ની ૫ શાળાઓમાં કુલ ૭૦ બાળકોએ ધો.૧માં નવીન પ્રવેશ માનનીય અધિકારી સાહેબશ્રીઓના વરદ હસ્તે મેળવેલ. શાળાઓમાં દાતાશ્રીઓની મદદથી બાળકોને થેલા, પાટી, નોટબૂક વગેરેનું વિતરણ કરવામાં આવેલ. તેમજ સરકારશ્રી દ્વારા બાળકોને પાઠ્ય પુસ્તક, શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયનું માનનીય અધિકારીસાહેબશ્રીઓના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ. 



જય જય ગરવી ગુજરાત........

બાલ- દેવો-ભવ 

દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ રમકડાં માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રી ના વરદ હસ્તે  દેઢિયા આંગણવાડીના બાળકોને અર્પણ કરવામાં આવેલ.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય જીલ્લા આંકડા વિભાગના અધિકારી ભાનુશાળી સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય ખલ્ફાન સી.આર.સી.કો.ઓર્ડીનેટર બળવંતસિંહ ઝાલા સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય આંગણવાડી સુપરવાઈઝર વાસંતીબેન કાનાણીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
હાલાપર સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી વસંતભાઈ કોચરાનું સન્માન કરતાં દેઢિયા ગામના અગ્રણી એવાં કલ્યાણજીભાઈ કન્નર દૃશ્યમાન થાય છે.   

દેઢિયા શાળાના કાયમી દાતા શ્રી દાઉદભાઈ ઈસ્માઈલભાઈ જત દેઢિયા ગામના અગ્રણી એવાં શેઠ શ્રી  હીરજીભાઈ શાહનું  સન્માન કરતાં દૃશ્યમાન થાય છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ કાર્યક્રમમાં દેઢિયા શાળાનાં ઉત્સાહ વિભોર બાલ-દેવો દૃશ્યમાન થાય છે.  
ગુજરાત સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ ટ્રી-સાઇકલ માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રી ના વરદ હસ્તે  દેઢિયા આંગણવાડીના બાળકોને અર્પણ કરવામાં આવેલ.
તા. ૧૬/૬/૨૦૧૧ના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દરમિયાન મારી હાલાપર સી.આર.સી.ની  દેઢિયા શાળામાં માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રીનાં અધ્યક્ષ સ્થાને ૧૦૦% નામાંકનનાં સોગંધ લેવામાં આવેલ.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દેઢિયા શાળાનો કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો.